



અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ પ્રમુખ, મંત્રી તેમજ તમામ હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જિલ્લા પંચાયત ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિવિધ માંગણીઓને લઇને આવેદનપત્ર આપ્યુ હતુ.
જેમાં જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી, સાતમા પગારપંચના લાભો સમગ્ર દેશના સમાન રૂપે આપવા, જુદા જુદા નામથી રાજ્યમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી, રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 વિરોધી જોગવાઇઓ દૂર કરવી જેવી વિવિધ માંગણીઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.