Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

નદી ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઈ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ” અંતર્ગત પ્રકૃતિની અમૂલ્ય અને અતુલ્ય ભેટનું પુનઃગૌરવભેર સન્માન કરવા માટે નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના આજે બીજા દિવસે સુરત સિંચાઈ વર્તુળ કચેરી દ્વારા SVNIT થી વાય જંકશન સુધી મેરેથોન દોડ યોજાઈ હતી. મેરેથોન દોડ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાએ ઉપસ્થિત રહીને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. મેરેથોન દોડમાં ૪૫૦ જેટલા દોડવીરો જોડાયા હતા. પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સુરત સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી જે.સી.ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશ કદમ તથા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ભારતે પ્રથમ અનઓફિશિયલ વોર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું, સૂર્યા-અર્શદીપ ઝળક્યા

કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઇની તિકડીએ કરી કમાલ, T20 ક્રિકેટમાં પ્રથમ વખત આ કારનામુ થયુ

Karnavati 24 News

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકને ફિટ નથી માનતા, કારણ પણ જણાવ્યું

Karnavati 24 News

કોચ રાહુલ દ્રવિડ આ કારણે ટીમ ઇન્ડીયા પર ગુસ્સે ભરાયા

Karnavati 24 News

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News