જેસર તાલુકાના તાંતણીયા ખાતે હાજી મોહંમદ શફીબાપુ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેમજ સમસ્ત સુન્ની મુસ્લિમ જમતના સહયોગ થી ૬ઠો સમુહ લગ્ન સમારોહ યોજાયો.ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના સહયોગથી તેમજ હાજી મોહંમદ શફીબાપુ મેમોરીયલ ટ્રસ્ટ – ઉના દ્વારા આયોજિત ૬ઠો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ૪૧ નવ યુગલોએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહ કરી દુલ્હા દુલહન લગ્ન જીવનમાં જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય દાતાઓ / મહેમાનો જેમાં જનાબ ડો.હાજી હારૂનભાઈ મેમણ અમદાવાદ વાળા, જનાબ હાજી એજાઝભાઈ, હાજી યુનુસ મલ્કાની મુંબઇ જોગેશ્વરી વાળા તેમજ સમાજના નામી અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી.સંચાલક પ્રમુખ ગાહા સંધિ મુસ્લિમ જમાત તાતણીયા* ઉપપ્રમુખ ઇલીયાસભાઈ હાજીભાઈ જમાદાર ઉપપ્રમુખ રફીકભાઈ ભોળાભાઈ મુખી મહામંત્રી ઇબ્રાહિમભાઈ નુરમામદભાઈ ઓઢેજા મહામંત્રી હુસેનભાઈ ભાભાભાઈ ગાહા *મદદરૂપ થનાર* *બીલાલ ભાઈ બાવદીન ભાઈ ગાહા* *(સભ્ય તાલુકા પંચાયત જેસર)* *સલેમાન ભાઈ ઇસ્માઇલ ભાઈ મુખી* *(સરપંચ શ્રી તાતણીયા*) ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમ સરકારી શ્રીની કોરોના ગાઈડ લાઇન મુજબ યોજાઓ હતો અને કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો જાનૈયાઓ તેમજ ગ્રામજનો માટે જમણવારની પણ સુંદર વ્યવસ્થા કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ઉનાના પીરે તરકિત સૈયદ પીરબાપુ, તાંતણીયા ગામના પીરે તરકિત સૈયદ હબીબબાપુ, ડુંગર ગામના પીરે તરકિત સૈયદ અલ્હાઝ નઝીરબાપુ,તથા યુસુફબાપુ તેમજ સમસ્ત તાંતણીયા સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજની ખોટી માન્યતાઓથી દુર રહેવા તેમજ શિક્ષણમાં વધુમાં વધુ ધ્યાન આપવા સમારોહમાં પધારેલા તમામ મહાનુભાવો એ સુચન કરી તમામ નવ યુગલોને લગ્ન જીવન સુખમય થાય તેવા આશીર્વાદ તેમજ દુઆઓ આપી કાર્યક્રમ સફળતા પુરક સંપન કર્યો હતો.