પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરાશે. રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતી તી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ બેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ રિનાબેન સહિતના અગ્રણીઓ, પ્રાંત અધિકારી દાહોદ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.