(જી.એન.એસ) તા.૭
સુરત,
હાલ 3 લોકોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં પુણાની રાધાકૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ઘાયલ થયા હતા. ઘરમાં આગ લાગતા નજીકના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. લાશ્કર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં અચાનક વહેલી સવારે ગેસનો બાટલો ફાટતાં ઘરમાં 6 લોકો દાઝી ગયા હતા. સિલિન્ડરની આગ ઝડપથી ઘરમાં પ્રસરાઈ ગઈ હતી. આગ લાગતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આગ બૂઝાવવાનું કામ શરૂ કરી દીધું છે. દાઝેલા લોકોને સુરતની સ્મીમેર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. હાલ 3 લોકોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા તેમના પરિવાર સાથે રહે છે, રીક્ષા ચલાવી ગુજરાન કરતો પરિવાર ભાડેથી રહેતો હતો. જાણવા મળ્યું કે સવારે અંદાજે 6 વાગ્યે ગેસનો બાટલો ફાટ્યો હતો. ધડાકાને કારણે ઘરનાં બારી-બારણાં પણ તૂટી ગયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.