ખ્રિસ્તી સમાજના તહેવાર નાતાલમાં ભગવાન ઇશુના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વમાં ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ઘર તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે. જામનગરમાં પણ નાતાલની પૂર્વ સંધ્યાએ અંબર ચોકડી નજીક આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરૂઓ દ્વારા ભગવાન ઇશુના જન્મપ્રસંગે પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગરમાં 25 ડિસેમ્બરના નાતાલની પૂર્વ સંધ્યાએ શહેર મધ્યમાં આવેલા ચર્ચ ખાતે લોકો રોશની જોવા ઉમટી પડયા હતા. મોડી રાત્રીના ચર્ચના પાદરી દ્વારા સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમા કિશ્ર્ચિયન સમાજના લોકોએ ભાગ લીધો હતો.સેક્રેટ હાર્ટ ચર્ચના પંટાગણમાં વિવિધ પ્લોટસ દ્વારા ભગવાન ઇશુ ખ્રિસ્તીના જન્મ સમયના પ્રસંગો રજૂ કરાયા હતા.
