મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સમરસ થના૨ ગામોના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાશે તથા સમરસ થયેલ ગામોને વિકાસ કાર્યો માટે 4.56 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરાશે : ભૂપતભાઈ બોદર. રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વાર રાજકોટ ખાતે હાલ રાજયભરમાં ચાલી રહેલ સુશાસન પર્વના સમાપન પ્રસંગે પધારી રહયા છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ ખાતે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓના લોકાપર્ણમાં ઉપસ્થિત રહેવાના છે. આ તકે વધુમાં ભૂપત બોદરએ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કેન્દ્ર અને રાજય સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવીને મળે તે માટે કટીબધ્ધ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર જનહિતલક્ષી વિકાસના મંત્ર સાથે આગળ ધપી રહી છે, ત્યારે ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલબીહારી બાજપાઈજીની જન્મજયંતી અંતર્ગત રાજય સરકાર દ્વારા સુશાસન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.