આ દિવસોમાં એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં ડૂબેલા જહાજનુ નિરીક્ષણ કરવા ગયેલા મંત્રીનુ વિમાન ક્રેશ થતા તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે
Viral Video : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો (Shocking video) ખુબ ચર્ચામાં આવ્યો છે. આફ્રિકા મહાદ્વીપના નાના દેશ મેડાગાસ્કરમાં (Madagascar)હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ એક મંત્રીએ પોતાનો જીવ બચાવવા માટે 12 કલાક સુધી પાણીમાં તરવું પડ્યું હતું. જો કે રાહતની વાત એ છે કે હાલમાં મંત્રીની હાલત સ્થિર છે.તમને જણાવી દઈએ કે, વહીવટી અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી.
હેલિકોપ્ટર અચાનક ક્રેશ થયું
મેડાગાસ્કર દેશના કેબિનેટ પ્રધાન સર્જ ગેલનું(Serge Gelle) હેલિકોપ્ટર સોમવારે ક્રેશ થયું હતું જ્યારે તેઓ ડૂબેલા જહાજનુ નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, 130 ગેરકાયદેસર મુસાફરોને લઈને જતું જહાજ મેડાગાસ્કરના ઉત્તરપૂર્વ કિનારે ડૂબી ગયું હતું. તે અકસ્માતમાં લગભગ 17 લોકોના મોત થયા હતા અને જ્યારે 68 લોકો ગુમ થયા હતા. આ દુર્ઘટનાનુ નિરીક્ષણ કરવા ગયેલા મંત્રીનુ વિમાન ક્રેશ થતા તેણે મુશ્કેલીના સમયમાં હિંમત ન હારી અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા.
જુઓ વીડિયો
♦️Le GDI Serge GELLE, un des passagers de l’hélicoptère accidenté hier a été retrouvé sain et sauf ce matin du côté de Mahambo.
☑️ Les sapeurs sauveteurs de la #4°UPC ont également retrouvé le carcasse de l’hélicoptère au fond de la mer. pic.twitter.com/sP2abwTMwB— Ministère de la Défense Nationale Madagascar (@MDN_Madagascar) December 21, 2021
મંત્રીજીનો વિડીયો થયો વાયરલ
આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં 57 વર્ષીય મંત્રી સર્જ થાકેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ કહે છે કે, ‘હજી મારો મરવાનો સમય આવ્યો નથી.’આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, વાહ..મંત્રીજીની હિંમત ખરેખર પ્રશંશનીય છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ મંત્રીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.