Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

કોરોનાની ભયાનકતાઃ બોલિવૂડ બાદ હવે ટેલિવિઝન સ્ટાર પણ કોરોનાની ચુંગાલમાં! આ લોકપ્રિય અભિનેતાને કોરોનાનો ચેપ લાગ્યો .

ટીવી એક્ટર નકુલ મહેતા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.
દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર માથુ ઉંચકી રહ્યો છે. બીજી બાજુ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના(Omicron Variant) વઘતા કેસે તંત્રની ચિંતા વધારીછે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સેલેબ્સ (Bollywood Celebs) કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે ટેલિવીઝન સ્ટાર (Television Star) પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સિરીયલ બડે અચ્છે લગતે હૈ ફેમ નકુલ મહેતા (Nakuul Maheta) કોરોના સંક્રમિત થયા છે.તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.નકુલ મહેતાએ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને (Fans) આ વિશે જાણકારી આપીને કહ્યુ છે કે, તેઓ હાલ આઈસોલેટ (Isolate) થયા છે.

તસવીર શેર કરીને આપી માહિતી

નકુલે તેની દવાઓ,લેપટોપ પર વેબ સિરીઝ જોતા એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું, આજે ખુબ અસ્વસ્થ મહેસુસ કરી રહ્યો છુ. જો કે હું કોવિડને હરાવવા માટે તૈયર છું. તેમાંથી જલ્દી બહાર આવીશ.આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

ચાહકોએ આપી આ પ્રતિક્રિયા

નકુલની પોસ્ટ જોયા બાદ તેના ફેન્સ દુ:ખી થયા છે. ફેન્સ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. બડે અચ્છે લગતે હૈ ફેમ દિશા પરમારે(Disha Parmar) કોમેન્ટ કરતા લખ્યુ કે, અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ. જલ્દી સ્વસ્થ થાઓ અને પાછા આવો. ઉપરાંત એક્ટર ગૌતમ રોડેએ લખ્યું જલ્દી સ્વસ્થ થાઓ તેવી શુભકામના.

‘બડે અચ્છે લગતે હૈ’સિરીયલ બંધ થઈ જશે ?

આ દિવસોમાં નકુલ મહેતા દિશા પરમાર સાથે સીરિયલ બડે અચ્છે લગતે હૈ માં જોવા મળે છે. અહેવાલો અનુસાર, આ શો ઓફ એર થવાનો હતો, પરંતુ બાદમાં નકુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ શો બંધ થવાનો નથી. તમને જણાવી દઈએ કે, નકુલનો આ શો ટીઆરપી(TRP) કલેક્ટ કરવામાં સફળ રહ્યો નથી. જે બાદ તેના બંધ થવાના સમાચારો સામે આવી રહ્યા હતા.

संबंधित पोस्ट

Free OTT: ખર્ચ કરવાના મૂડમાં નથી? તમે આ પાંચ OTTમાં તમારી મનપસંદ વેબ સિરીઝ મફતમાં જોઈ શકો છો.

Karnavati 24 News

દીપવીરઃ શું લગ્નના 4 વર્ષ બાદ દીપિકા-રણવીરના સંબંધોમાં તિરાડ પડી? અભિનેતાના નિવેદને સમગ્ર સત્ય કહ્યું

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તારીખને લઈને મૂંઝવણનો અંત, આ નજીકના વ્યક્તિએ જણાવ્યું ચોક્કસ તારીખ

Karnavati 24 News

અમિતાભે સવારે 11.30 વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું ગુડ મોર્નિંગ, યુઝર્સ એ ટ્રોલ કર્યા અને મળ્યો જડબાતોડ જવાબ

Karnavati 24 News

मुश्किल में अजय देवगन, सिद्धार्थ मल्होत्रा ​​की ‘थैंक गॉड’; इस देश ने बैन कर दी फिल्म

Karnavati 24 News

KBC 14: જયા બચ્ચનની ફરિયાદોથી નારાજ અમિતાભ બચ્ચન! પરિણીત પુરુષોને ખાસ સલાહ આપી

Admin