Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

OnePlus એ લાંબા સમય સુધી ચાલતા બેટરી બેકઅપ સાથે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા છે

પ્રીમિયમ સ્માર્ટફોન બનાવતી કંપની OnePlusએ પોતાના નવા ઈયરબડ્સ લોન્ચ કર્યા. કંપનીએ આ ઈયરબડ્યનું નામ OnePlus Buds Z2 રાખ્યું છે. આ ટ્રુલી વાયરલેસ ઈયરફોન્સ છે. જેમાં અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે. આમાં Active Noise Cancellationનું પણ ફીચર આપવામાં આવ્યું છે. OnePlus Buds Z2માં 11mmના ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ ઈયરબડ્સની બેટરી લાઈફ 38 કલાકની છે. OnePlus Buds Z2ને OnePlus Buds Zના નવા વર્ઝન તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

OnePlus Buds Z2 દેખાવમાં Buds Z જેવા લાગે છે. ડિઝાઈનમાં નવું કંઈ ન હોવા છતાં તેના ગત જનરેશન કરતા વધુ ઈમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. આમાં Active Noise Cancellation આપવામાં આવ્યું છે. જે જૂના વર્ઝનમાં ઉપલબ્ધ ન હતું. OnePlus Buds Z2ને ચીનમાં લોન્ચ કર્યા બાદ આ ડિવાઈસને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Buds Z2ને 99 ડોલર એટલે કે 7500 રૂપિયામાં કિંમત પર અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ તેને યુરોપમાં પણ લોન્ચ કર્યા છે. આને વ્હાઈટ કલર ઓપશનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. OnePlusએ આ ઈયરબડ્સને ભારતમાં લોન્ચિંગને પગલે કોઈ પ્લાન જણાવ્યું નથી. કંપનીએ Buds Zને ભારતમાં લોન્ચ કર્યા હતા. ત્યારે આશા છે કે Buds Z2 પણ લોન્ચ કરવામાં આવશે.

OnePlus Buds Z2માં 11mmના ડ્રાઈવર્સનો ઉપયોગ કરવામાં આવ્યા છે. જે બેસ-હેવી મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે. આ બેકગ્રાઉન્ડ નોઈઝને 40 dB સુધી ઓછું કરે છે. શ્રેષ્ઠ કોલ ક્વોલિટી માટે આમાં 3 માઈક સેટઅપ આપવામાં આવ્યા છે. દરેક ઈયરબડમાં 40mAhની બેટરી આપવામાં આવી છે. ઈયરબડ્સના ચાર્જિંગ કેસમાં 520mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આની બેટરીને ફુલ ચાર્જ કરવા પર 38 કલાકનું બેકઅપ આપશે. આ ઈયરબડ્સ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. વોટર અને સ્વેટ પ્રોટેક્શન માટે OnePlus Buds Z2માં IP55 રેટિંગ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે Bluetooth 5.2નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

રિલાયન્સ જિયોનો સસ્તો પ્લાન ફરીથી અમર્યાદિત કૉલિંગ-ડેટા અને ઘણા લાભો સાથે આવે છે

Karnavati 24 News

50MP કેમેરા સાથે SAMSUNGનો નવો 5G ફોન, મળશે 5000mAh પાવરફુલ બેટરી

Karnavati 24 News

Ambraneએ લોન્ચ કરી લો કોસ્ટ કોલિંગ ઘડિયાળ, બેટરી 25 દિવસ સુધી ચાલશે

Admin

Poco M5 લોન્ચની તારીખ જાહેર, ઓછી કિંમતમાં મળશે શાનદાર કેમેરા, જાણો વિગત

Karnavati 24 News

ગૂગલ 2022માં પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch લોન્ચ કરશે, જોવા મળશે ફિચર્સ

Karnavati 24 News

500GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો, Reliance Jio ના આ પ્લાનમાં મળશે 11 મહિનાની વેલિડિટી

Karnavati 24 News
Translate »