થોડા દિવસ પહેલા એપલ વોચ સિરીઝ 8ની ડિઝાઈન લીક થઈ હતી. એક લીક રિપોર્ટ મુજબ આ વોચમાં કર્વ્ડ ડિઝાઈન મળશે. નવી વોચ સાથે સ્પીકર ગ્રીલ પણ મળશે. નવી વોચને લાઈટ ગ્રીન કલર શેડમાં રજૂ કરવામાં આવી શકે. Apple Watch Series 8ને 3 અલગ અલગ સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે.
Google Pixel Watch ને પગલે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. ગૂગલે પોતાની ખુદની સ્માર્ટવોચ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગૂગલની પહેલી સ્માર્ટવોચનું કોડનેમ ‘Rohan’ રાખવામાં આવ્યું છે. ગૂગલની પહેલી સ્માર્ટવોચનો મુકાબલો Apple Watch સાથે થશે. બિઝનેસ ઈનસાઈડરની એક રિપોર્ટ મુજબ ગૂગલની પહેલી સ્માર્ટવોચ 2022માં લોન્ચ થશે. ગૂગલની સ્માર્ટવોચ રાઉન્ડ ડિઝાઈનમાં મળશે. વોચમાં કોઈ બેઝલ્સ નહીં હોય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલની અપકમિંહ સ્માર્ટવોચનું ટેસ્ટિંગ શરૂ થઈ ચુક્યું છે.
Google Pixel Watch માં હેલ્થ મોનિટર અને ફિટનેસ ટ્રેકિંગની સુવિધા મળશે. આ સાથે જ હાર્ટ રેટ મોનિટર સિવાય બેસ હેલ્થ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ મળશે. જેમાં સ્ટેપ કાઉન્ટર સામેલ છે. એક રિપોર્ટ મુજબ ગૂગલ સ્માર્ટવોચની કિંમત Fitbitની સ્માર્ટવોચ કરતા વધુ છે. તેવામાં ગૂગલ વોચની કિંમત એપલ વોચની કિંમતની આસપાસ હોય શકે છે.
થોડા દિવસ પહેલા એપલ વોચ સિરીઝ 8ની ડિઝાઈન લીક થઈ હતી. એક લીક રિપોર્ટ મુજબ આ વોચમાં કર્વ્ડ ડિઝાઈન મળશે. નવી વોચ સાથે સ્પીકર ગ્રીલ પણ મળશે. નવી વોચને લાઈટ ગ્રીન કલર શેડમાં રજૂ કરવામાં આવી શકે. Apple Watch Series 8ને 3 અલગ અલગ સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે. ખબર એ પણ છે કે એપલ લાંબા સમયથી બ્લડ ગ્લુકોઝ મોનિટર કરતા ફીચર પર કામ કરી રહ્યું છે. આ સિવાય એપલ ઓપ્ટિકલ સેંસરનો ઉપયોગ કરશે. આ સિવાય એપલ આ ફીચર માટે ઈન્ફ્રારેડ સેંસરનો પણ ઉપયોગ કરી શકે છે.