Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

500GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો, Reliance Jio ના આ પ્લાનમાં મળશે 11 મહિનાની વેલિડિટી

રિલાયન્સ જિયોની પાસે બે પ્લાન એવા પણ છે, જેમાં યૂઝર્સને 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. જો તમે લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યાં છો તો આ રિચાર્જ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રિલાયન્સ જિયો (Reliance Jio) ની પાસે રિચાર્જ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. જિયોની પાસે 14 દિવસથી લઈને 365 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન છે. રિલાયન્સ જિયોની પાસે બે પ્લાન એવા પણ છે, જેમાં યૂઝર્સને 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. જો તમે લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યાં છો તો આ રિચાર્જ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બે રિચાર્જમાં એકમાં તો તમને 500 જીબીથી વધુ ડેટા મળશે. તો બીજો પ્લાન સસ્તો છે અને તેમાં ગ્રાહકને સીમિત ડેટા મળે છે. આવો જાણીએ જિયોના આ બંને પ્લાનમાં ક્યા-ક્યા ફાયદા મળે છે.

504GB ડેટા અને 11 મહિનાની વેલિડિટી
રિલાયન્સ જિયોનો (Reliance Jio) એક પ્લાન 2545 રૂપિયાનો છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 336 દિવસ એટલે કે 11 મહિનાની છે. આ પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં યૂઝર્સને કુલ 504GB જેટા મળે છે. પ્લાનમાં એક મહિનાનો ખર્ચ આશરે 231 રૂપિયા આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. એટલે કે તમે કોઈપણ નંબર પર ફ્રી કોલ કરી શકો છો. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 24GB ડેટા અને 11 મહિનાની વેલિડિટી
રિલાયન્સ જિયોનો આ સસ્તો પ્લાન 1559 રૂપિયાનો છે. જિયોના આ વેલ્યૂ પ્લાનમાં 336 દિવસ એટલે કે 11 મહિનાની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં એક મહિનાનો ખર્ચ આશરે 142 રૂપિયા પડે છે. પ્લાનમાં કુલ 24 જીબી ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ ફ્રી મળે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

संबंधित पोस्ट

Google પોતાના આ ફ્લેગશીપ ફોન પર આપી રહી છે 20 હજારથી વધુની છૂટ

Karnavati 24 News

વોટ્સ્એપ પર આવતાટ ફ્રોડ કોલ્સને ઓળખવા માટે ટ્રુ કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ થશે શરૂ

Admin

OnePlus એ લાંબા સમય સુધી ચાલતા બેટરી બેકઅપ સાથે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા છે

Karnavati 24 News

Apple: Apple iPhone 15 માંથી ભૌતિક સિમ સ્લોટ દૂર કરશે, eSIM નો ઉપયોગ કરી શકાશે

Karnavati 24 News

Audi R8નું આગામી મોડલ હશે ફૂલ ટુ ઇલેક્ટ્રિક વર્ઝન, નવી સુપરકાર વીજળીની સ્પિડે દોડશે

Karnavati 24 News

ગૂગલ 2022માં પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch લોન્ચ કરશે, જોવા મળશે ફિચર્સ

Karnavati 24 News