પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીની પોળ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે ગઈકાલે મંગળવારના રોજ અન્નપૂર્ણા માતાજી સન્મુખ નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો હતો. નોંધનીય છે કે રંગોળીનો મનોરથ સુનિલભાઈ વિરૂપ્રસાદ ભાઈ સોની પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવી હતી. જેનાં દર્શન માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવેલ આ નયનરમ્ય રંગોળીનાં દર્શન ભક્તજનો કરી શકે તે ઉદેશ્યથી આ રંગોળી મંદિર પરિસર ખાતે બે દિવસ માટે રાખવામાં આવશે તેવું મહોત્સવ સમિતિનાં કાર્યકરોએ જણાવ્યું હતું.