Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ટાટા ટિગોરને મળ્યો નવો આકર્ષક લુક, હવે વધુ જોરદાર એટ્રેક્ટીવ લાગશે ટાટાની આ બજેટ કાર

ટાટા ટિગોર એક સેડાન કાર છે અને ટાટા મોટર્સે તેને ડ્યુઅલ ટોન કલરમાં રજૂ કરી છે. ટિગોર કારમાં ઓપલ વ્હાઇટ એક્સટીરિયર કલર સિવાય બ્લેક રૂફનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ કંપનીનો બીજો ડ્યુઅલ ટોન કલર ઓપ્શન છે. અગાઉ મેગ્નેટિક રેડ સાથે બ્લેક રૂફનો ઓપ્શન રજૂ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સની આ સેડાન કારને નવા કલર ઓપ્શનમાં ખરીદવા માટે તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી બુક કરાવી શકો છો, જેના માટે સરળ પ્રોસેસને ફોલો કરવી પડશે. બે ડ્યુઅલ ટોન શેડ્સ સિવાય, ટાટા મોટર્સ ટિગોર સેડાનને 3 મોનોટોન કલર વિકલ્પોમાં ઓફર કરે છે, જે ડીપ રેડ, એરિઝોના બ્લુ અને ડેટોના ગ્રે છે. ટાટા ટિગોરની કિંમતની રેન્જ વિશે વાત કરીએ તો, તે 6 લાખ રૂપિયાથી 8.59 લાખ રૂપિયા છે. ડ્યુઅલ ટોન ટાટા ટિગોરના ઈન્ટિરિયર અને ફીચર્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટાટા સેડાન કારમાં 9 ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં પુશ સ્ટાર્ટ અને સ્ટોપ બટન છે. તેમજ રેઈન સેન્સિંગ વાઈપર પણ આપવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

राष्ट्रीय स्वास्थ्य मिशन ने केरल Chief Engineer, Senior Consultant के पदों पर भर्ती के लिए ऑनलाइन आवेदन करें, इन स्टेप से करे

Karnavati 24 News

 હળવદ નજીક રેતી ભરેલ ડમ્પરની ઠોકરે બાળકીનું મોત, દંપતી સહીત ચારને ઈજા પહોંચી

Karnavati 24 News

રશિયન હુમલાથી બચીને ફાઇનલમાં પહોંચી યુક્રેનની ટેનિસ સ્ટાર, કહ્યું- હું દેશ માટે જીતીશ

Karnavati 24 News

आंध्र प्रदेश में गोदावरी बाढ़ के मद्देनजर पहली चेतावनी जारी |

Karnavati 24 News

नवजोत सिद्धू पहुंचे मूसेवाला की हवेली, सरकार पर साधे निशाने

Admin

આકાશ સરકાર રાષ્ટ્રીય અધ્યક્ષ : અખબારી યાદી

Karnavati 24 News