Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે લગ્નગાળામાં અમરેલી એસ.ટી.તંત્રને દૈનિક આવકમાં વધારો

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. છતાં આ કાતિલ ઠંડીની અસર એસટીનાં ટ્રાફિક ઉપર જરા પણ પડી નથી. અમરેલી એસ.ટી. વિભાગનાં ટ્રાફિકમાં ઘણો વધારો થયો છે. ટ્રાફિક વધવા પાછળ પૂર બહારમાં ખીલેલો લગ્નગાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોજ ૩૪ લાખની આવક થઈ રહી છે જે રૂટિન કરતા ૬ થી ૮ લાખ વધુ છે.

અમરેલી એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ લગ્નગાળાનાં કારણે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી તમામ રૂટની બસ ફૂલ દોડી રહી છે. કડકડતી ઠંડી છતાં છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી એસ.ટી. વિભાગની દૈનિક આવક રૂ.૩૩ લાખની આસપાસ થઈ રહી છે. આ આવક રૂટિન કરતાં રૂ.૮ લાખ વધુ છે. હાલમાં સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં રૂટની બસમાં ચિક્કાર ટ્રાફિક રહે છે. ખાસ કરીને જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, રાજકોટ, ઉના રૂટની બસમાં સૌથી વધુ ધસારો રહે છે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા રૂટમાં પણ સારો એવો ટ્રાફિક રહે છે. આ સાથે વસંતપંચમીના દિવસે અમરેલી એસ.ટી. વિભાગની આવક રૂ.૩પ લાખથી વધુ થઈ હતી. ઉપરાંત અમરેલી એસ.ટી. વિભાગની બસ પણ લગ્નગાળા માટે બુક થઈ ગઈ છે. જેમાં દરરોજ અંદાજે ૧પ જેટલી બસ બુક કરવામાં આવતી હોવાથી લગ્નગાળા માટે એસ.ટી.બસ મુસાફરો માટે આશીર્વાદ સમાન બની છે.

संबंधित पोस्ट

Multi Purpose Agricultural Credit Societies) પૈકીની મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા

Karnavati 24 News

झारखंड के ये IPS करायेंगे हिमाचल प्रदेश में चुनाव…. PHQ ने भेजा राज्य सरकार को

Admin

લંડનના સાઉથવાર્ક રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની

Karnavati 24 News

वजन घटाने के लिए बेहद कारगर है इस पत्ते का रस, पाचन शक्ति भी होगी मजबूत

Karnavati 24 News

અમદાવાદ મહાનગરમાં વધારાના 2000 સીસીટીવી કેમેરાનું નેટવર્ક સ્થાપવા

Karnavati 24 News

કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ

Karnavati 24 News
Translate »