ગર્ભાવસ્થામાં હોર્મોનલ ચેન્જને લીધે પેઢા અને દાંત પર ખરાબ અસર થાય છે
પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક ફેરફારોને લીધે મહિલાઓને ઓરલ હેલ્થની તકલીફ થાય છે. ગર્ભાવસ્થામાં હોર્મોનલ ચેન્જને લીધે પેઢા અને દાંત પર ખરાબ અસર થાય છે. આ દરમિયાન કેલ્શિયમ, વિટામિનની અછત હોય છે. સાથે જ દાંત વધુ પીળા થઈ જાય છે. આ એક સંવેદનશીલ સ્થિતિ છે. જ્યાં માતાએ બાળકની સાથે પોતાનું ફિઝિકલ, મેન્ટલ અને ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે દિલ્હીના ડેન્ટિસ્ટ ડૉ. રુચિર મિશ્રાએ કહ્યું, પ્રેગ્નન્સીની અસર પેઢા પર પણ થાય છે.
ઓરલ પ્રોબ્લેમ્સ કેમ થાય છે?
ડૉ. રુચિરે કહ્યું, ઓરલ તકલીફો વારંવાર ઉલ્ટી, ભોજનના કણ દાંતમાં ફસાય, યોગ્ય રીતે દાંત ચોખ્ખા ના કરવાથી, વધારે ગળ્યું કે ચીકાશવાળા ભોજનથી થઈ શકે છે. બાળકોના વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે. જો માતા યોગ્ય રીતે કેલ્શિયમ ના લે તો તેની અસર દાંત અને હાડકા પર પડે છે. ઘણી મહિલાઓમાં બાળકોના જન્મ પછી ઓરલ પ્રોબ્લેમ્સ પૂરી થઈ જાય છે. ડેન્ટલ પ્રોબ્લેમની અસર બાળક પર પણ પડી શકે છે. બાળકના પ્રી-મેચ્યોર બર્થની શક્યતા વધી જાય છે. તેને લીધે કુપોષિત બાળક જન્મી શકે છે.
કેવા પ્રકારની ડેન્ટલ તકલીફો થાય છે?
- જિંજિવાઈટિસ(એક પ્રકારનું ગમ ઇન્ફેક્શન) તકલીફ પ્રેગ્નન્સીના બીજા ત્રિમાસિકમાં થવાની શક્યતા રહે છે. પેઢામાં સોજા અને બ્રશ કરતી વખતે લોહી નીકળે છે.
- આ ઇન્ફેક્શનની સારવાર કરવામાં ના આવે તો તેને લીધે દાંત પડી શકે છે.
- પેઢા પર ગોળ અને લાલ ફોડલા પડે છે. તેને પ્યોજેનિક ગ્રેન્યુલોમા કહેવાય છે. આ કારણે પેઢામાંથી લોહી નીકળે છે.
-
શું સાવધાની રાખવી જોઈએ?
- વધારે ઠંડુ કે ગરમ વસ્તુઓ ખાવી ના જોઈએ.
- સવારે અને રાત્રે બ્રશ કરો.
- પ્રેગ્નન્સી પહેલાં અને દરમિયાન ચેકઅપ કરાવતા રહો.
- ડાયટમાં કેલ્શિયમ અને પ્રોટીન સામેલ કરો.
- ડૉક્ટર જે પેસ્ટથી બ્રશ કરવાની સલાહ આપે તેનો જ ઉપયોગ કરો.
- ડેન્ટિસ્ટ પાસે જાઓ તો પ્રેગ્નન્સી વિશે જણાવો. જેથી તેઓ તમારી સારવાર સારી રીતે કરી શકે.
- પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓના દાંત વચ્ચે ગેપ આવી જાય છે. ડોક્ટરની સલાહ વગર કંઈ ના કરો.