(જી.એન.એસ) તા.૧૫
જામનગર,
આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના 37 વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી એ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણાના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.