Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો લાભ આખું વર્ષ મફતમાં લો, સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું તે જાણો

Neflix, Amazon subscription: લાંબા સમયથી વેબ સિરીઝ (Web Series)નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આ માટે તમારી પાસે Netflix, Amazon Price અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે.

કોરોનાને કારણે ભારતમાં સિનેમાઘરો ખૂબ લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. આ દરમિયાન એક નવો ટ્રેન્ડ શરૂ થયો. આ ટ્રેન્ડ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો છે. આ ઉપરાંત દેશમાં ઘણા લાંબા સમયથી વેબ સિરીઝ (Web Series)નો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જોકે, આ માટે તમારી પાસે Netflix, Amazon Price અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન હોવું જરૂરી છે. આ માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. અમેઝોન (Amazon Prime) તરફથી તાજેતરમાં જ કિંમતમાં 50%નો વધારો કરાયો છે. બીજી તરફ નેટફ્લિક્સે (Netflix) ભારતમાં પ્રથમ વખત ભાવમાં ઘટાડો કર્યો છે. જો તમે પણ આ ઓટીટી પ્લેટફોર્મ પર હજારો રૂપિયાનો ખર્ચ કરો છો તો તમારી પાસે ખૂબ સારો મોકો છો. આવું એટલા માટે કે તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યાં વગર આ પ્લેટફોર્મ્સનો લાભ ઉઠાવી શકો છો.

કદાચ તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત સાચી છે. આજે અમે તમને જણાવીશું કે તમે આવું કેવી રીતે કરી શકશો. તમે કેવી રીતે તમારા સ્માર્ટફોનમાં આ પ્લાન્સ એક્ટિવેટ કરી શકો છો.

કેવી રીતે ફ્રીમાં સબ્સક્રિપ્શન મેળવશો?

જો તમે જિયો પોસ્ટપેઇડ (Jio Postpaid) પ્લાનનો ઉપયોગ કરો છો તો તમે Netflix, Amazon Prime અને Disney Hotstar જેવા OTT પ્લેટફોર્સનો ફ્રીમાં લાભ મેળવી શકો છો. જિયોના 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં તમે તમામ OTT પ્લેટફોર્મનો લાભ ઉઠાવી શકો છો. આ પ્લાનની વેલિડિટી એક મહિનાની હોય છે. તમે આ પ્લાન સાથે એક મહિના માટે આ તમામ ઓટીટી પ્લેટફોર્મ ફ્રીમાં જોઈ શકો છો.

જિયો પોસ્ટપેડ પ્લાનના ફાયદા

જિયો 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં તમને 75GB ડેટા અને દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. આ ઉપરાંત Netfilx, Amazon Prime અને Disney Hotstarના તમામ લાભ મળે છે.

જો તમે આખું વર્ષ આ પ્લાનનો ઉપયોગ કરો છો તો તમે આખું વર્ષ આ ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકશો. જિયોનો ફક્ત 399 રૂપિયાનો જ નહીં પરંતુ 599, 799, 999 અને 1499 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન પણ છે. ઉપરની ઑફર તમામ પ્લાન્સમાં સામેલ છે.

संबंधित पोस्ट

આ વ્યક્તિએ ઈ-રિક્ષામાં કર્યો દેશી જુગાડ, જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે..

Karnavati 24 News

મોટી સફળતા : 28,000 નકલી મોબાઈલ નંબરની થઈ ઓળખ, સાયબર ચોરો ફોનમાં કરી રહ્યા હતા છેતરપીંડી

Admin

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

સોશિયલ મીડિયા પ્રભાવકોએ સાવધાન, આ નિયમો તોડવા પર ભરવો પડશે 10 લાખ સુધીનો દંડ

Karnavati 24 News

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

કિઆએ ચૂપ ચાપ રીતે 13.39 લાખમાં લોન્ચ કરી સોનેટ એક્સ-લાઇન, આ રેન્જમાં આ કાર કોમ્પિટિટર્સનો છોડાવશે પરસેવો

Karnavati 24 News