કેન્દ્ર સરકારે ભારતમાં ટીવી ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટે 2022ની માર્ગદર્શિકાને મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ માર્ગદર્શિકા ટીવી ચેનલો માટે પ્રસારણ પદ્ધતિને વધુ સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે. સમાચાર સિવાયના કાર્યક્રમોના જીવંત પ્રસારણ માટે કોઈ પૂર્વ પરવાનગીની જરૂર રહેશે નહીં. ભારતીય ટેલિપોર્ટ્સ રાષ્ટ્રીય અને જાહેર હિતમાં પ્રસારિત થતા કન્ટેન્ટ માટે વિદેશી ચેનલોને અપલિંક કરી શકે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગાઉ 2011માં માર્ગદર્શિકા બહાર પાડી હતી.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવે માર્ગદર્શિકા શેર કરી
પત્રકાર પરિષદ યોજતી વખતે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે સી બેન્ડ સિવાયના ફ્રીક્વન્સી બેન્ડમાં અપલિંક કરતી ટીવી ચેનલોએ તેમના સિગ્નલને એન્ક્રિપ્ટ કરવું ફરજિયાત હોય છે. એક ચેનલને માત્ર એક ટેલિપોર્ટ/સેટેલાઇટની સરખામણીમાં એક કરતાં વધુ ટેલિપોર્ટની સુવિધાઓનો ઉપયોગ કરીને અપલિંક કરી શકાય છે. એક ટેલિપોર્ટ ઓપરેટર ભારતની બહાર ડાઉનલિંક કરવા માટે વિદેશી ચેનલને અપલિંક કરી શકે છે.
જીવંત પ્રસારણ માટે પરવાનગી લેવાને કરવામાં આવ્યું ખતમ
આજે જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, એક ચેનલને એક યુનિટથી બીજા યુનિટમાં ટ્રાન્સફર કરવા માટે અમુક નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. સમાચાર સિવાયના કન્ટેન્ટ માટે લાઈવ પ્રોગ્રામના લાઈવ ટેલિકાસ્ટ માટે પરવાનગી મેળવવાની જરૂરિયાતને દૂર કરવામાં આવી છે. લાઈવ ટેલિકાસ્ટ કરવા માટેના કાર્યક્રમોનું પ્રી-રજીસ્ટ્રેશન જ જરૂરી રહેશે.
સમાચાર એજન્સીઓને મળી શકે છે એકને બદલે 5 વર્ષ માટે પરવાનગી
ભારતીય ટેલિપોર્ટ્સને વિદેશમાં કન્ટેન્ટ ડાઉનલિંક કરવા માટે વિદેશી ચેનલોને અપલિંક કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જ્યારે નવી માર્ગદર્શિકામાં વિદેશી ચેનલોને વિદેશમાં ડાઉનલિંક કરવા માટેની ભારતમાંથી અપલિંક કરવાની મંજૂરી છે. ન્યૂઝ એજન્સીને હાલના એક વર્ષની સરખામણીએ 5 વર્ષ માટે મંજૂરી મળી શકે છે.