પનામા પેપર્સ સાથે જોડાયેલા કેસમાં એશ્વર્યા રાય બચ્ચનને EDએ સમન્સ મોકલ્યુ છે. એશ્વર્યા રાયને ઇડીએ પૂછપરછ માટે બોલાવી છે. મહત્વપૂર્ણ છે કે એશ્વર્યાને પહેલા પણ બે વખત બોલાવવામાં આવી હતી પરંતુ બે વખતે તેમણે નોટિસ આપીને સ્થગિત કરવાની ભલામણ કરી હતી.
પનામા પેપર લીક મામલે એક કંપનીના લીગલ દસ્તાવેજ લીક થયા હતા. આ ડેટા જર્મન ન્યૂઝપેપર Suddeutsche Zeitung (SZ)એ Panama Papers નામથી 3 એપ્રિલ 2016માં રિલીઝ કર્યા હતા. જેમાં ભારત સહિત 200 દેશના રાજનેતા, બિઝનેસમેન, સેલિબ્રિટીના નામ સામેલ હતા, જેમની પર મની લૉન્ડ્રિંગના આરોપ લાગ્યા હતા. લિસ્ટમાં 300 ભારતીયોના નામ સામેલ હતા. જેમાં એશ્વર્યા સિવાય અમિતાભ બચ્ચન, અજય દેવગણના નામ પણ સામેલ હતા.
દેશના પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વે, ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા, મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ઇકબાલ મિર્ચીનું નામ પણ તેમાં સામેલ હતુ.