Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

 “નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને  ₹.૭૧ કરોડથી વધુ રકમની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવાઈ



(જી.એન.એસ) તા.૭

ગાંધીનગર,

*સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધુમાં વધું સુદ્રઢ બની રહી છે. રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે પણ સરકાર સતત ચિંતીત અને પ્રયાસરત છે.રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ  રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરાઇ.*એપ્રિલ-૨૦૨૪ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ “નમો શ્રી” યોજના ફક્ત ૯ મહિનામાં રાજ્યની ૩.૧૧ લાખ સગર્ભા અને  ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ બની છે.*“નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૭૧ કરોડથી વધુની  નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવવામાં આવી છે. સગર્ભા તથા ધાત્રી બહેનોને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે.*લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ  અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા ક્રમશ: અગ્રેસર રહ્યાં છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૩૧,૯૧૮ માતાઓને કુલ રૂ. ૭.૩૫ કરોડ, સુરત જિલ્લાની ૨૭,૩૫૩ માતાઓને કુલ રૂ.૬.૨૪ કરોડ, રાજકોટ જિલ્લાની ૨૦,૫૧૭ માતાઓને કુલ રૂ. ૪.૭૮ કરોડ, દાહોદ જિલ્લાની ૧૮,૩૯૪ માતાઓને કુલ રૂ. ૪.૦૪ કરોડ અને બનાસકાંઠા જિલ્લાની ૧૫,૭૬૧ સગર્ભા અને ધાત્રી માતાઓને કુલ રૂ. ૩.૫૩ કરોડની નાણાકીય સહાય DBT મારફતે નમોશ્રી યોજના અંતર્ગત ચૂકવાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે અંદાજિત ૧૨ લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે. આ તમામ બાળકોને તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. “નમો” શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર કુલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભાવસ્થા માટે જ નમો શ્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને વર્ષે રૂ. ૧૨ હજારની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશાનો સંપર્ક કરી શકે છે.સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનો આરોગ્ય સુદ્રઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા ઉમદા આશયથી નમો શ્રી યોજના કાર્યરત છે. આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨૦૦૦/-ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.

संबंधित पोस्ट

ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૧૫ માર્ચ સુધીમાં નોંધણી કરાવવી

Gujarat Desk

સુરત પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 9603 કરોડનું રજુ કર્યું

Gujarat Desk

એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા  કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી

Gujarat Desk

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી

Karnavati 24 News

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk
Translate »