Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તા.૧૯ ડિસે.ના રોજ સુરત જિલ્લાની ૩૯૧ બેઠકો પર ચૂંટણી: ૨,૫૩૯ વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી થશે

આગામી તા.૧૯ ડિસે.-રવિવારના રોજ સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાસંગ્રામમાં ૯ તાલુકાની ૪૦૭ બેઠકોમાંથી ૧૬ બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે ૩૯૧ બેઠકો ૧૯ ડિસે. નાં રોજ મતદારો પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટશે. ૪,૦૬,૧૧૦ પુરૂષો અને ૩,૯૪,૨૦૫ મહિલાઓ અને અન્ય ૭ એમ કુલ ૮,૦૦,૩૨૨ મતદારો મત આપી ૨,૫૩૯ વોર્ડના સભ્યોનું ભવિષ્ય નક્કી કરશે. સુરત જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થા સાથે જળવાઈ રહે તે માટે ૯૪૯ મતદાન મથકો પર ૧૦૨ ચૂંટણી અધિકારીઓ, ૫,૧૭૨ પોલિંગ સ્ટાફ અને ૧,૬૫૯ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ઉપરાંત, સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કુલ ૯૪૯ મતદાન મથકો તૈયાર કરાયા છે. જેમાં ઓલપાડમાં ૩૦, માંડવીમાં ૧૦, માંગરોલમાં ૪૧ અને ઉમરપાડામાં ૧૩ એમ કુલ ૯૪ મતદાન મથકો અતિસંવેદનશીલ અને ચોર્યાસીમાં ૨૮, ઓલપાડમાં ૫૨, કામરેજમાં ૧૫, પલસાણામાં ૨૬, બારડોલીમાં ૩૭, મહુવામાં ૧૫, માંડવીમાં ૨૩, માંગરોળમાં ૩૩, ઉમરપાડામાં ૩૮ એમ કુલ ૨૬૭ સંવેદનશીલ તથા ચોર્યાસીમાં ૨૪, ઓલપાડમાં ૫૭, કામરેજમાં ૧૧૮, પલસાણામાં ૪૩, બારડોલીમાં ૬૭, મહુવામાં ૯૮, માંડવીમાં ૧૧૨, માંગરોળમાં ૪૬ અને ઉમરપાડામાં ૨૩ એમ કુલ ૫૮૮ સામાન્ય મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી અને મહુવા તાલુકામાં એક પણ અતિસંવેદનશીલ મથક નથી. કોરોના સંક્રમણની રોકથામ માટે સત્તાવાર ગાઈડલાઈન્સ મુજબ મતદાન મથક પર હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક, સેનિટાઈઝર સહિતની વસ્તુઓ સાથે આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (18/05/2025)

Gujarat Desk

કેન્દ્ર સરકાર પછાત વર્ગોના ઉત્થાન માટે હંમેશા તત્પર છે: શ્રી રામદાસ આઠવલે

Gujarat Desk

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Gujarat Desk

એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું

Gujarat Desk

માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવેલા ઉત્તર-પૂર્વનાં 600 અને ગુજરાતના 800 કલાકારોએ અમદાવાદ ટ્રાન્સ્ટેડિયા ખાતે રિહર્સલ કર્યું

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ SVAMITVA યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું

Gujarat Desk
Translate »