Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી



(જી.એન.એસ) તા.૧૦

સુરત,

વરાછામાં રહેતી અને નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ઇન્ટન ડોકટરે બુધવારે રાતે અભ્યાસના લીધે ટેન્શનમાં આવીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીમાં ધામેલગામની વતની અને હાલમાં વરાછા રોડ પર હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી. જોકે બુધવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે કહ્યુ કેજાનવીએ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી સારવાર કરતા હતા અને દવા ચાલતી હતી. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તેનો એક ભાઇ અને એક બહેન ડોકટર છે. તેના પિતા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે.

संबंधित पोस्ट

માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે; પ્રથમ ફેઝમાં જામનગર અને સાસણની મુલાકાત તે તેવી સંભાવના; બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની મુલાકાત લઈ શકે છે

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News

અમદાવાદના વિદ્યાર્થીનું ડાંગમાં કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી મોત

Gujarat Desk

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News
Translate »