Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

 રાજ્યના સૌ પ્રથમ એવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીને 17 દિવસ બાદ રજા અપાઈ

જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ કે જેઓ જીમ્બાબ્વે નો પ્રવાસ કરીને જામનગર આવ્યા પછી તેઓ ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી બન્યા હોવા નો રિપોર્ટ આવ્યો હતો, અને ત્યાર પછી દર્દીના પત્ની અને સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટ ના શિકાર બન્યા હોવાથી ત્રણેયને સારવાર માટે ડેન્ટલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની સધન સારવાર પછી ત્રણેયના કોવિડ આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો છે, અને ત્રણેયને રજા આપી દેવામાં આવી હોવાનું જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ અધિકારી ડો.ચેટરજીએ જણાવ્યું હતું. જામનગર શહેરના અને રાજ્યના સૌ પ્રથમ એવા 72 વર્ષીય દર્દી કે જેઓ ઓમીક્રોન વેરિયન્ટના સમગ્ર રાજ્યના સૌ પ્રથમ દર્દી જાહેર થયા હતા. ત્યાર પછી પરિવારના સભ્યોના કોવિડ ટેસ્ટ દરમિયાન તેમના 65 વર્ષીય પત્ની અને બાવન વર્ષીય સાળા નવા ઓમીક્રોન વેરિયન્ટના શિકાર બન્યા હતા, અને ત્રણેયને ડેન્ટલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં શરૂ કરાયેલા નવા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને જી.જી.હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા સધન સારવાર આપવામાં આવી હતી, અને પખવાડિયાની સારવાર પછી અંતે ત્રણેય દર્દીઓના આરટીપીસીઆર રી-સેમ્પલ કરાયા હતા, અને પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આખરે ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ અધિકારી ડો.ચેટરજીએ જણાવ્યું હતું અને આ ત્રણેય દર્દીઓને સાતથી દશ દિવસ સુધી હોમ આઇસોલેટેડ રહેવાની સુચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે કોરોના જેવા જ લક્ષણો ધરાવતા આ દર્દીઓની સારવાર માટે સરકારની ઓમિક્રોન સંબંધિત તકેદારી લેવાની સુચના મુજબ આપવામાં આવી હતી. જો કે આ ત્રણમાંથી એકપણ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ ન હતી અને રૂમ એર ઉપર જ રહ્યાં હતાં. નવો શરૂ કરાયેલો ઓમિક્રોન વોર્ડ ત્રણેય દર્દીને રજા અપાતા ખાલી થયો છે. જોકે હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અવિરત ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ મોરકંડા રોડ પર સેટેલાઈટ સોસાયટી વિસ્તાર કે જ્યાં ક્ધટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો, જે હવે સામાન્ય કરી દેવાયો છે. જામનગરના ત્રણેય નવા વાયરસ ઓમીક્રોન વેરિએન્ટના દર્દીઓ કોરોના મુક્ત થયા હોવાથી જામનગર વાસીઓએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

 

संबंधित पोस्ट

Pregnancy Planning: આ ત્રણ મહિનામાં ગર્ભવતી થવું સૌથી ખતરનાક, મહિલાઓ રહે સતર્ક

Karnavati 24 News

इन घरेलू उपायों से दूर होगी आपकी कफ और खांसी जैसी परेशानियां

Karnavati 24 News

વજન ઘટાડવાની ટિપ્સઃ ઘરમાં રાખેલી આ વસ્તુનો રસ વજન ઘટાડશે, આ રીત તમે હજી સુધી સાંભળી નહીં હોય

Fruit For For Belly Fat: ફૂલેલું પેટ ઓછું કરવા આ ખાસ ફળ ખાઓ, તમને સપાટ પેટ મળશે

Karnavati 24 News

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 કોરોનો પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

Admin

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin