Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સ્કૂલની ઓનલાઇન ક્લાસ કરતો હતો, ત્યારે અચાનક મોબાઇલ ફોન ફાટી ગયો હતો. નાગોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરપી મિશ્રાએ જણાવ્યુ કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે પોતાના ઘરે એકલો હતો કારણ કે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય કામ માટે બહાર ગયા હતા.

વિદ્યાર્થીને જબલપુર રેફર કરવામાં આવ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોબાઇલમાં થયેલા ધમાકાનો અવાજ એટલો જોરદાર હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે આ જોવા માટે દોડી ગયા હતા કે ત્યા શું થયુ છે. તે બાદ રામ પ્રકાશને સતના જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે બાદ તેને સારી સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો હતો.

 

संबंधित पोस्ट

BSNLની ધમાકેદાર ઓફર! નજીવી કિંમતે 425 દિવસ માટે દરરોજ અમર્યાદિત ડેટા મેળવો અને ઘણું બધું

Karnavati 24 News

દિવાળી પહેલા Appleએ આપ્યો ઝટકો, જૂના IPad 6,000 રૂપિયા સુધી થયા મોંઘા

Admin

ગૂગલ 2022માં પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch લોન્ચ કરશે, જોવા મળશે ફિચર્સ

Karnavati 24 News

ટેલિગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો શું છે નવું અપડેટ

Admin

દેશમાં ટીવી ચેનલો માટે જારી નવી માર્ગદર્શિકા, લાઈવ પ્રસારણ માટે નહીં લેવી પડે પહેલેથી પરવાનગી

Admin

એલોન મસ્કે ટ્વિટરને $ 41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી, ટ્વિટરના શેરમાં આવ્યો તીવ્ર ઉછાળો

Karnavati 24 News