વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે ધારી વિધાનસભાની સીટ ઉપર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે અને બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન શું છે વિગત જોઈએ આ રિપોર્ટમા ધારી પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ધારી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાએ એક સંમેલન બોલાવ્યું જેમાં જણાવ્યું કે હું ચૂંટણી લડવાનું નથી પરંતુ તેમણે બગસરા ના કાર્યકર ની ભલામણ કરી સમર્થન આપ્યું ત્યારે હવે ધીમે ધીમે ધારી સીટમાં ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ છે અને ભવિષ્યમાં આ ખેંચતાણ બળવો બની રહે તો કંઈ કહેવાય નહીં.. સહકારી મંડળીના પ્રણેતા અને બગસરાના વતની તેમજ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા અને નલિન કોટડીયા ના સાથીદાર એવા અનિલ વેકરીયા એ ભાજપમાંથી ટિકિટ માગવા ની શરૂઆત કરી છે અને પૂર્વ ધારાસભ્ય નું સમર્થન મા માગી સંમેલનમાં સહકાર માગ્યો છે ત્યારે કેમેરા સામે તો એવું કહ્યું છે કે જેને ટિકિટ આપે તેને હું સહકાર આપીશ પરંતુ આ સંમેલનની શરૂઆત ભાજપની ખેંચતાતાન કહીએ તો ખોટું નથી .. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે અમરેલી જિલ્લાની ધારી બેઠક ઉપર ભાજપમાં ધીમે ધીમે આંતરિક સુર ઉકળી રહ્યો છે જે ભવિષ્યમાં જ્વાળામુખી બને તો કંઈ નવાઈ નહીં….
