નડિયાદમાં રીજનલ ફાયર વિભાગ , અમદાવાદ દ્વારા બે – ચાર નહીં , પરંતુ 31 જેટલી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયરની સુવિધાઓ ન હોવાથી ત્યાં પાણી અને ગટરના કનેક્શનો કાપવા માટે નગરપાલિકાને આદેશ કર્યા છે . એટલુ જ નહીં , આ હાઈરાઈઝ બિલ્ડીંગોના કનેક્શન કાપતી વેળાએ સ્થાનિક પ્રશાસને તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પુરાવા એકત્રિત કરી રીજનલ ફાયર વિભાગને મોકલવા માટે પણ તાકીદ કરી છે . આમ , અનેક ઇમારતો સામે અમદાવાદ સ્તરેથી આદેશો છૂટતાં સ્થાનિક તંત્ર પગલાં લેવા મજબૂર બન્યું છે . અમદાવાદ રીજનલ ફાયર કમિશ્નરે ફાયર વિનાનીઈમારતોનું લિસ્ટ આપી કનેક્શનો કાપી લેવા માટે આદેશ કરતા બિલ્ડરોમાં દોડધામ મચી છે . અને કોઇપણ રીતે કાર્યવાહીને અટકાવવા માટે કસરત હાથ ધરી હતી . યાદીમાં દર્શાવેલી મોટાભાગની ઇમારતો રેસીડેન્સીયલ હોવાથી તેમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાયા છે . જો , આકરી કાર્યવાહી કરવામાં આવે તો તેમને રહેવું દુષ્કર બની શકે છે . પાલિકા અને ફાયર બ્રિગેડની ટીમે ગઈકાલે 5 ઈમારતોમાં કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે . હજુ આ 5 ઈમારતો સામે કાર્યવાહી થઈ રહી હતી , ત્યાં નગરપાલિકા પાસે વધુ 26 હાઈરાઈઝ બિલ્ડીંગનું લિસ્ટ આવી ગયુ છે . તેમાં પણ રીજનલ ફાયર કમિશ્નરે કાર્યવાહી માટે આદેશ કરતા બિલ્ડર અને અધિકારી આલમમાં દોડધામ મચી છે . કમિશ્નરે આપેલી 27 બિલ્ડીંગની યાદી 1. કર્મવીર સામ્રાજ્ય , વીકેવી રોડ 2. અંતર એપાર્ટમેન્ટ , વીકેવી રોડ 3. સંત વાટીકા એપા . , વીકેવી રોડ 4. યશ એવન્યુ , મોટા કુંભનાથ રોડ 5. અનેરી હાઈટ્સ , ઈન્દિરા નગરની સામે6. મધુકર એપાર્ટમેન્ટ , મીલ રોડ 7. શ્રી રેસીડન્સી , SP ઓફીસ પાસે 8. પ્રદીસ ઓરા ( ટાવર એ & બી ) , રામ તલાવડી પાસે 9. અક્સર હાઈટ્સ , રામ તલાવડી 10. શિવમ કોમ્પલેક્ષ , ખોડીયાર ગરનાળા પાસે T 11. જલસાગર એપાર્ટમેન્ટ ( ભાગ એ & ઈ ) , કોલેજ રોડ 12. ડી આઈકોન ફ્લેટ , વાણીયાવાડ 13. શિખર હાઈટ્સ ( ભાગ એ & બી ) , પેટલાદ રોડ 14. સ્કાય સીટી ( ભાગ એ & બી ) , માઈ મંદિર રોડ 15. વેસ્ટર્ન સીટી એપાર્ટમેન્ટ , પીજ રોડ 16. શિલ્પ એપા . , ઈન્દિરા ગાંધી રોડ 17. પ્રમુખ પેલેસ , ઈન્દિરા ગાંધી રોડ 18. મધુપુશી ફ્લેટ ( બ્લોક એ & બી ) , ઓપન એર થિયેટરની પાસે 19. એફ . કે . રેસીડન્સી , મલ્હારપુરા 20. જલધારા એપાર્ટમેન્ટ , મહા ગુજરાત હોસ્પિટલ સામે 21. યશ એવન્યુ , વાણીયાવાડ22. જશોદા એપાર્ટમેન્ટ , વાણીયાવાડ 23. સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ , સંતરામ ડેરી રોડ 24. સુપન રેસીડન્સી , સંતરામ ડેરી રોડ 25.ફ્લાવર્સ ફ્લેટ ( યલ્લો + પર્પલ ) , સંતરામ ડેરી રોડ 26. તુલસી રેસીડન્સી , ઉતરસંડા રોડ આ છ બિલ્ડીંગ સામે કાર્યવાહી થઈ 1. લાલવાણી એમ્પાયર્સ , શ્રેયસ ગરનાળુ . 2. પ્લેટીનમ પ્લાઝા 3. પ્રાઈમ સ્ક્વેર 4. બેવર હિલ્ક આર્ક 5. અલમદીના એપાર્ટમેન્ટ

previous post