Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૪ એપ્રિલના રોજ યોજાશે



(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનો એપ્રિલ માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી, સમિતિ ખંડ ખાતે યોજાશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૪/૨૦૨૫ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ કલેકટર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન થતાંઅચોક્કસ મુદ્દતની હડતાળ સમાપ્ત

Gujarat Desk

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

યુક્રેન પર હજુ રશિયાના વાદળો ઘેરાયેલા, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવી અમેરિકાની ચેતવણી, સેટેલાઈટ ઈમેજમાં સૈન્યની ગતિવિધી

Karnavati 24 News

 અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

Karnavati 24 News

સાયબર ગઠિયાઓનો આતંક : મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવતીના ૫.૯૪ લાખ પડાવ્યા

Gujarat Desk

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

Gujarat Desk
Translate »