રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ છેલ્લા બે મહિનાથી જોવા મળી રહ્યો છે. રશિયાએ યુક્રેનને બે દીવ પહેલા જ 1 લાખ સૈનિકોથી ઘેરી લીધું હતુ પરંતુ બીજા દિવસે સમાચાર આવ્યા હતા જે તેને તેના સૈન્યને પરત બોલાવવાની તૈયારીઓને કરી દીધી છે અને સૈનિકો ખસી પણ ગયા છે. પરંતુ અમેરિકાનું માનવું છે કે, યુક્રેન પર રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ વાતે ફરી ચિંતા વધારી છે.
અગાઉ અમેરિકા તરફથી મળતા અહેવાલોના પગલે રશિયા 16 ફેબ્રુઆરીએ હુમલો કરવાની ફિરાકમાં હતું પરંતુ ત્યાર બાદ નાટો અને અમેરિકા સાથે રશિયા વાત ચીત કરવા જણાવ્યું હતું અને યુધ્ધ ટળ્યું હતું. જો કે એ પહેલા સાયબર એટેક પણ યુક્રેન પર થયો હતો પરંતુ એમાં કોનો હાથ હતો એને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
અમેરિકાનું કહેવું છે કે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે રશિયાએ સૈન્ય હટાવી દીધું છે પરંતુ સૈન્યમાં ત્યાંથી વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત બેલારુસ ક્રિમીયા અને પશ્ચિમ રશિયા ની સરહદ પર સૈન્યની ગતિવિધિઓ ચાલુ જ છે.
રશિયા યૂક્રેન સરહદ પર પોતાના સૈનિકો પાછા ખેંચ્યા હોવાના અહેવાલો વચ્ચે અમેરિકાએ રશિયા હુમલો કરી શકે તેવી ચેતવણી આપતા ફરી ફ્રેન્ડ પર ચિંતાના વાદળો છવાયા છે.