Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  વડનગર ખાતેથી ‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ કરાયું



(જી.એન.એસ) તા.૧૬

વડનગર,

યુવાનોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ આવે તેમજ રોડ સેફ્ટી માટે સરકારી-બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી આજે ‘પરવાહ-CARE’ની થીમ સાથે રાજ્ય વ્યાપી માર્ગ સલામતી કેમ્પેઈન-૨૦૨૫નું  લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.આજે તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું માર્ગ સલામતી માટેનું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સતત ૪૫ દિવસ એટલે કે તા. ૦૧ માર્ચ-૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન દરમિયાન સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી તથા RTOની ઉપસ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ તથા NGO સાથે સંકલનમાં રહી માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.આજથી શરૂ થતું આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર, તાલુકા અને ગામ-ગામ સુધી પહોંચશે. આ અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જન જાગૃતિ ઉપરાંત રોડ ઈજનેરીની બાબતો પર વિશેષ કામગીરી, અસરકારક એન્ફોર્સમેન્ટ, જિલ્લા સ્તરે એક્શન પ્લાન, સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ આયોજનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ થકી હેલમેટ, સીટબેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ. શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન, અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી, લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાની થતી કાળજીઓ, સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદાકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માટે ‘પરવાહ’ થીમ પર જનજાગૃતિ માટે પ્રભાવી ઝુંબેશ માર્ગ સલામતીને સ્પર્શતી રોડ ઇજનેરીની બાબતો પર કાર્યવાહી-સલામત શાળા વિસ્તાર, જંકશન સુધારણા, ટ્રાફિક કાલ્મીંગ મેજર્સ વગેરે અસરકારક એન્ફોર્સમેટ, જિલ્લા સ્થાને મૃત્યુદર ઘટાડવા બાબતનો એક્શન પ્લાન વગેરે જેવી કામગીરી કરવામાં આવશે તેમ, ગુજરાત રોડ સેફટી ઓથોરેટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ના કાર્યક્રમોની મુખ્ય વિગતો:માર્ગ સલામતી રેલીનું આયોજન અથવા રોડ સેફટી મેરેથોન /વોકાથોનનું આયોજનધાર્મિક ગુરુ/વડા, સાધુ/સંતો મારફતે હેલ્મેટ, સીટબેલ્ટ જેવા માર્ગ સલામતી  વિષયક જનજાગૃતિ/પ્રસારણજિલ્લાઓમાં હોર્ડીંગ્સ, જાહેર સમાચારપત્રો, એફ.એમ., આકાશવાણી, દૂરદર્શન, યુ-ટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણજિલ્લાઓમાં માર્ગ સલામતી એક્સપર્ટ્સ, યુ ટ્યુબર, ઇન્ફ્લુઅન્સર, લોકપ્રિયતા ધરાવતા તેમજ લોકચાહના ધરાવતા લોકોના માધ્યમથી જનજાગૃતિ/પ્રસારણશેરી નાટકોનું આયોજનસ્કુલ વર્ધી/વાન/બસ અને બાળકોની સલામતી બાબતના નિયમોની સમજ.શાળા/કોલેજના વિદ્યાર્થી પ્રવાસ દરમિયાન રાખવાની થતી સાવચેતીઓ બાબતે સમજવર્ષ ૨૦૨૨ તેમજ વર્ષ ૨૦૨૩ અંતિત બ્લેકસ્પોટની સુધારણાની સમીક્ષા અને પુર્તતાનું અમલીકરણ તથા નવા અકસ્માતો નોંધાયેલ છે કે કેમ તે બાબતની સમિક્ષાજિલ્લા/શહેરમાં વર્ષ દરમિયાન થતાં માર્ગ અકસ્માત તેમજ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ અંગે સમીક્ષાજિલ્લા/શહેરમાં આવેલ વલ્નરેબલ સ્ટ્રેચ (જોખમી માર્ગ વિસ્તાર) પર માર્ગ સુધારણાના પગલાં લેવાજિલ્લા/શહેરના તમામ ચાર રસ્તા/જંકશન પર ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ લેવા અને જરૂરી સાઈનેજીસ તેમજ માર્કીંગ લગાવવા જિલ્લા/શહેરમાં આવેલ બ્રિજ, પર્વતીય વિસ્તાર, વોટર બોડીઝ પર ક્રેશ બેરીયર્સ લગાવવાભયજનક વળાંકવાળા રસ્તા પર શેવરોન માર્કીંગ લગાવવા, નવીનીકરણ કરવુંતમામ રસ્તા પર ફેડેડ રોડ માર્કિંગ રિપેઈન્ટ કરાવવારાહદારીઓ/પદયાત્રીઓની સલામતી માટેની યોગ્ય આયોજન કરવું સ્કૂલ ઝોનમાં IRC (Indian Road Congress) ગાઈડલાઈન મુજબના ટ્રાફિક કાર્મિંગ મેઝર્સ લેવા અને જરૂરી સાઈનેજીસ લગાવવા જિલ્લામાં આવેલ ભયજનક ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને સમારકામFirst Respondent Training જિલ્લા/શહેરમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો, GSRTCના ડ્રાઈવર/કંડકટરનું મેડીકલ કેમ્પ/આઈ ચેક અપનું આયોજન સરકારી હોસ્પિટલની બ્લડ બેંક/રેડ ક્રોસના સહયોગથી રક્તદાન શિબિર “Good Samaritan” યોજના અંતર્ગત પ્રમાણપત્ર/એવોર્ડનું વિતરણ, યોજનાની સમજ તેમજ બહોળો પ્રચાર-પ્રસા 108 અને 1033 એમ્બ્યુલન્સનું મેપિંગ

संबंधित पोस्ट

ગુજરાતમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025

Gujarat Desk

ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ કરતા પ્રકૃતિ પ્રેમીઓને સન્માનિત કરાયા

Gujarat Desk

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF) યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ૩,૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂ. ૩,૯૦૦ કરોડની સહાય મંજૂર

Gujarat Desk

સંસદનો પ્રશ્ન: દેશમાં વધતા જતા ઈ-કચરાનું સંચાલન

Gujarat Desk

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News
Translate »