Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે



(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના શ્રી જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના શ્રી સુનીલ સોલંકી અને ભાવનગરના શ્રી અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.

આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે શ્રી બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.

નાણાં પંચના અધ્યક્ષશ્રી સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે.

રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષશ્રીની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.

संबंधित पोस्ट

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ માટે જરૂરી પ્રાથમિક ટેસ્ટ નિઃશુલ્ક કરાવવાનું આયોજન

Gujarat Desk

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરોને નડ્યો અકસ્માત; 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Gujarat Desk

સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી

Gujarat Desk

ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

Gujarat Desk

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin
Translate »