Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના



(જી.એન.એસ) તા. 29

અમરેલી,

અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ખૂબ મહેનત બાદ આખરે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું.

જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આગની ઘટનાની જાણ થતાં મામલતદાર, જાફરાબાદ પોલીસ અને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.  અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. 

संबंधित पोस्ट

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું

Gujarat Desk

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા.૦૭ થી ૧૦ જાન્યુઆરી સુધી વડોદરા અને સુરત જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે

Gujarat Desk

એકતા નગર ખાતે અંદાજીત રૂ. ૫૦ કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે – મંત્રીશ્રીઋષિકેશ પટેલ

Gujarat Desk

ગુજરાત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી; અમરેલીમાં ધારીના જર ગામમાં વ્યાજખોરોએ પચાવી પાડેલ જમીન ગુજરાત પોલીસ દ્વારા ખેડૂતને પરત કરાઈ

Gujarat Desk

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News
Translate »