(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા. ૦૭ થી ૧૦ જાન્યુઆરી સુધી નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડના અભ્યાસ પ્રવાસે જશે તેમ ગુજરાત વિધાનસભાની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ તા. ૦૭ અને ૦૮ જાન્યુઆરીએ કેવડીયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૦૯ જાન્યુઆરીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી તા. ૧૦ જાન્યુઆરીએ ગાંધીનગર પરત ફરશે તેમ વધુમાં જણાવાયું છે.