15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ
(જી.એન.એસ) તા. 27
ભરૂચ,
ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જીઆઈડીસીમાં આવેલી એક સ્ટીલ ફેબ ઈક્યુમેન્ટ નામની કંપનીમાં આ 8 આરોપીઓએ ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને 15 દિવસમાં 3 વખત સતત ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ઘણા માલસામાનની ચોરી કરી હતી.
આ તમામ આઠ આરોપીઓએ ભેગા મળીને એસ.એસનો 3.92 લાખ રૂપિયાના કૂલ સામાનની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આજે તેમાં પોલીસને સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા છે.