Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા



ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવાશે

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫.૩૯ કરોડ રકમના કામની તા. ૧૧ માર્ચ ૨૦૨૪એ મંજૂરી આપવામાં આવી છે, તેમ મુખ્યમંત્રીશ્રી વતી માર્ગ અને મકાન વિભાગનો જવાબ આપતા રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦.૬૩ કી.મી.ના બ્રીજ બનાવવાની કામગીરી આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર લોકલ ટ્રાફીકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જે આ બ્રીજ બનવાથી ઓછી થશે.

વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ ૧૬ માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.

संबंधित पोस्ट

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

Gujarat Desk

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin

ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

Gujarat Desk

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા

Gujarat Desk
Translate »