Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો



(જી.એન.એન) તા.૧૨

જામનગર,

આધારે ગઈકાલે સાંજે ધ્રોલના સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં વિદેશી દારૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી ગયો હોવાની ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી એલસીબીની ટુકડીએ કારચાલકને પકડી પાડ્યો હતો અને પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી 78 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, મોબાઈલ ફોન કાર સહિતનો રૂપિયા 1,36,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામનગરમાં શાંતિનગર શેરી નંબર પાંચમા રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા કે જેના દ્વારા એક કારમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો રાજકોટથી જામનગર લાવવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતના આધારે ગઈકાલે સાંજે ધ્રોલના સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન GJ. 16 A.A. 7858 નંબરની કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને પૂછપરછ કરી લીધી હતી. ત્યારબાદ LCBની ટુકડીએ કારની તપાસ કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં પાછળની સીટ કાઢીને ચેક કરતા પતરૂ લગાવાયેલું હતું, જેને ખોલીને ચેક કરતાં પાછળની સીટ પાંચ ચોરખાનું બનાવ્યું હતું. જેની અંદર એક પછી એક 78 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હતો, જે તમામ દારૂની 78 નંગ વિદેશી દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો અને કાર તેમજ મોબાઇલ ફોન સહિત દારૂની હેરાફેરી કરતા બુટલેગર રવિરાજસિંહ જાડેજાને ઝડપી લોધો છે અને તેની સામે ધ્રોલ પોલીસ મથકમાં દારુ બંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

ભાવનગર ના જેસર તાલુકા ના રસ્તાઓ ની હાલત બિસમાર .

Karnavati 24 News

ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk

ગાંધી નિર્વાણ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શ્રદ્ધાંજલિ : બે મિનિટ મૌન

Gujarat Desk

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News
Translate »