Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ



વધુમાં વધુ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈમાં વધારો કરાયો: કૃષિમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

રાજ્યના ખેડૂતો માટેની સ્માર્ટ ફોન યોજના અંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના ૧,૫૩૨ ખેડૂતોને રૂ.૬૫,૬૨,૭૨૭ની સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, આ અંગે અરજીઓની વિપુલતાને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપી શકાય.

આ અંગે વિગતવાર માહિતી આપતાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગોની જાણકારી, આધુનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાતનું નિવારણ, ખેતીવાડીની વિવિધ યોજનાઓ, સહાય માટેની ઓનલાઇન પ્રક્રિયાની માહિતી સરળતાથી મળી રહે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી આ યોજના શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત, અરજદાર ખેડૂતે ખરીદેલા ફોનની રકમના ૪૦ ટકા અથવા રૂ. ૬ હજાર – બેમાંથી જે ઓછું હોય, તેટલી રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પ્રકારે, તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૨,૬૬૫ અરજદારોને રૂ.૧,૨૫,૦૦,૮૬૦, જ્યારે નર્મદા જિલ્લામાં ૫૪૧ ખેડૂતોને રૂ.૨૩,૩૭,૯૩૭ની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રીશ્રીએ લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

संबंधित पोस्ट

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

પાટડી ITIના પ્રિન્સિપાલ પર હુમલો કરનારા બે વિદ્યાર્થીઓને દસ વર્ષની સજા થઇ

Gujarat Desk

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

ઊના શહેરમાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો . . .

Admin

મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા ૨૯ વ્યાપારી એકમ સામે કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી વસૂલાઇ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

Karnavati 24 News
Translate »