(જી.એન.એસ) તા. 31
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરનાં સાયલા-પાળીયાદ હાઈવે પર બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ખાનગી શાળાનાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરી જઈ રહ્યા હતા. અકસ્માતમાં 10 થી વધુ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને બાળકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલ્યા હતા.