Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે સાસુ સસરાની હત્યા કરી 



ભરૂચ પોલીસને ડબલ મર્ડર નો ભેદ ઉકેલવામાં મળી સફળતા

(જી.એન.એસ) તા. 10

ભરૂચ,

ભરૂચમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં દંપતીની હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.30થી 35 લાખનું દેવુ થઈ જતાં જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા માટે જમાઈએ તેના સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જમાઈએ વાલિયા આવીને સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.

આ બનાવની વિગત મુજબ ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રીના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડ રૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ અંગે વાલીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્રકુમાર દુબેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો. જમાઈ વિવેક દુબેને બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણા અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સધ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે તે કાર લઇ ગાંધીનગરથી વાલીયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી.

પોલીસને શક ન જાય એ માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૪૩ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે.આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે. આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણા આપે છે અને ઘરમાં મોટી કેસ તેમજ દાગીના રાખે છે જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે.

संबंधित पोस्ट

પાટણ જિલ્લામાં આયોજિત રોજગાર ભરતી મેળામાં ૩૭૨ ઉમેદવારોની પસંદગી કરાઈ

Karnavati 24 News

દેશની રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારો કર્યા

Gujarat Desk

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

હવામાન વિભાગ દ્વારા 5 થી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી 

Gujarat Desk

ગુજરાત સરકારનો કર્મયોગી માટે સંવેદનશીલ નિર્ણય; એસ.ટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪ લાખની સહાય અપાશે

Gujarat Desk

ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક

Gujarat Desk
Translate »