Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહાશિવરાત્રીના મેળામાં લલનાઓને બોલાવી મુજરા કરાવાય છે, અખાડામાં દારુ પાર્ટીઓ થાય છે- મહેશગીરીનાબાપુએ હરિગીરી સામે કર્યા ચોંકાવનારા ખુલાસા



(જી.એન.એસ) તા. 30

જુનાગઢ,

છેલ્લા થોડા દિવસોથી જુનાગઢમાં કેટલાક સાધુઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી છે. જે હવે એટલી હદે પહોંચી ગઈ છે કે બંને પક્ષે બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે. સાધુતા લાજે એ પ્રકારના બેફામ નિવેદન કરવામાં આવી રહ્યા છે. આ બધુ થયા બાદ મહાકુંભમાં જ જુના અખાડાના મહામંડલેશ્વર દ્વારા મહેશગીરીને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેનાથી મહેશગીરીના વર્તનમાં કોઈ ફર્ક નથી પડ્યો. તેઓ તો જાણે લાજવાને બદલે પહેલા કરતા વધુ ગાજવા લાગ્યા છે.

સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર ભ્રષ્ટાચારીઓ આ પવિત્ર સ્થળને નષ્ટ કરી નાખશે. તેમણે હરિગીરી પર હુમલો કરાવવાની અને શિવરાત્રી મેળો બગાડવાની શક્યતા વ્યક્ત કરી, જો આવું થશે તો તેનો જવાબ આપવામાં આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારી.

પત્રકાર પરિષદમાં તેમણે ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહારો કર્યા અને તેમને ‘ગાંડો માણસ’ ગણાવ્યા. મહેશગીરી બાપુએ જણાવ્યું કે 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ દુષ્ટોને ઉઘાડા પાડવામાં આવશે. તેમણે આ લડાઈને ચેસ જેવું યુદ્ધ ગણાવી, પોતે હજી માત્ર એક ટકો જ બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અખાડામાંથી બરતરફ કરાયા બાદ મહેશગીરી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી બાપુ સામે ગંભીર આક્ષેપ કર્યા. આ સાથે તેમણે જુનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચાને પણ આડે હાથ લીધા. મહેશગીરીએ હરીગીરી બાપુ અને ગિરીશ કોટેચા સામે આરોપ લગાવ્યો કે હરીયો અને ગીરીયો બંને ભ્રષ્ટાચારી છે. ગિરીશ કોટેચાનો આખો પરિવાર ટિકિટ માગવા નીકળ્યો છે. આવા ભ્રષ્ટાચારીઓને કારણે જુનાગઢ બદનામ થઈ રહ્યુ છે. આટલેથી ન અટક્તા તેમણે ઉમેર્યુ કે હુમ ભાજપને કહીશ કે લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપો.

“મેળામાં લલનાઓને બોલાવી મુજરો કરાવાયો, અખાડામાં દારૂ પાર્ટીઓ થાય છે”

મહેશગીરીએ ભવનાથમાં દર મહાશિવરાત્રીએ આયોજિત થતા મહામેળા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે મેળામાં લલનાઓને બોલાવી મુજરા થયા હોવાનો દાવો કર્યો. હરીગીરીના ચેલાઓએ મહાશિવરાત્રીના મેળામાં મુજરા કર્યા હોવાનો આરોપ લગાવ્યો. હરીગીરી અને તેમના ચેલાઓએ મેળાને અપવિત્ર કર્યો હોવાનો આરોપ લગાવ્યો. વધુમાં તેમણે અખાડામાં દારુ પીવાતો હોવાનો આરોપ પણ લગાવ્યો. દારુ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો. ગીરનારના અખાડામાં લલના લવાતી હોવાનો પણ સનસનીખેજ દાવો કર્યો. તેમણે ચીમકી ઉચ્ચારી કે ગિરનારને અપવિત્ર કરનાર હરિગીરીને છોડીશ નહીં.

संबंधित पोस्ट

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

Gujarat Desk

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

Gujarat Desk

ગુજરાતમાં વાતાવરણમાં ડબલ અસર; ક્યાંક માવઠું તો ક્યાંક હિટવેવ

Gujarat Desk

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

કોલસા મંત્રાલય આજે ગુજરાતના ગાંધીનગર ખાતે વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર ત્રીજો રોડ શો યોજશે

Gujarat Desk

દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા તબક્કાવાર ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk
Translate »