(જી.એન.એસ) તા. 9
ગાંધીનગર,
ગુજરાત પોલીસ વડા ના આદેશ પર બુધવારે (9 એપ્રિલ, 2025) રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય 49 બિન હથિયારી PSIને PIમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ બેડામાં 33 PSI બાદ અન્ય 49 PSIને PI તરીકે પ્રમોશનના DGP વિકાસ સહાયે આદેશ કર્યા છે. જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, બનાસકાંઠા, કચ્છ સહિત રાજ્યભરના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3ના પોલીસકર્મીને બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2માં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતાં તમામ 49 પોલીસકર્મીના પગારધોરણમાં વધારો થશે.