પાટણ તાલુકાના કણી ગામે રહેતા હસમુખભાઇ મોહનભાઈ વાઘેલાને મળેલા સરકારી પ્લોટમાં બુધવારે મકાન બનાવવાનું કામ ચાલુ હોઈ તે પ્લોટમાં પરિવારના સભ્યો સાથે જઈ ઉભા કરેલા સિમેન્ટના થાંભલાને કાઢી નાખ્યો હતો. આ બાબતની અદાવત રાખી 15 શખ્સોએ લાકડી, ધારિયું અને લોખંડની પાઇપો લઇ ઉશ્કેરાઈ આવી મારઝૂડ કરી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સામાપક્ષે કણી ગામમાં રહેતા રમણભાઈ શીવારામભાઈ વણકર તેમના ઘરે હાજર હતા ત્યારે સાત શખ્સોએ આવીને તમે કેમ સિમેન્ટનો થાંભલો કાઢ્યો છે કહીં લોખંડની પાઈપ, ધોકા વડે આડેધડ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે બાલીસણા પોલીસ મથકે સામ સામે 22 સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મકવાણા જીતેન્દ્રભાઈ હરગોવનભાઈ, મકવાણા સાવન ભાઈ રમણભાઈ, મકવાણા હિમાંશુભાઈ રમણભાઈ, મકવાણા રેવાભાઈ શીવાભાઈ, મકવાણા રમણભાઈ શીવાભાઈ, મકવાણા જયેશભાઈ રેવાભાઇ, મકવાણા દિપકભાઈ દેવાભાઈ, મકવાણા પ્રમિતભાઈ દીપકભાઈ, મકવાણા સુરેશભાઈ હરગોવનભાઈ, મકવાણા ડઇબેન હરગોવનભાઈ, મકવાણા દિનાબેન જીતેન્દ્રભાઈ, મકવાણા આરતીબેન સાવન ભાઈ, મકવાણા લતાબેન દીપકભાઈ, મકવાણાની નીરલબેન જીતેન્દ્રભાઈ, જયેશભાઈ રેવાભાઇની પત્ની સામેપક્ષે : નગીનભાઈ, વાઘેલા હસમુખભાઈ, ભાવેશભાઈ હસમુખભાઈ, વાઘેલા જયેશભાઈ હસમુખભાઈ, પ્રિયંકાબેન, વાઘેલા ગીતાબેન હસમુખભાઈ, શાંતાબેન મોહનભાઈ