ગુજરાત રાજ્ય ના સાત જિલ્લાઓ પૈકી સાબરકાંઠા જિલ્લા ના ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ તાલુકાના સલાલ પાસે થી કર્કવૃત્ત રેખા પ્રસાર થાય છે જેને લઈ ને ભૌગોલિક મહત્વ અંગે જાગૃતિ ફેલાય તેમજ યુવાનો અને વિધાર્થીઓમા સાયન્સ અને ટેકનોલોજી અંગે જિજ્ઞાસા ઉત્પન્ન થાય તે હેતુથી વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગમા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા જિલ્લાના સાયન્સ અને ટેકનોલોજી ના વિધાર્થીઓને ધ્યાને લઈ ને જિલ્લા સહિત પ્રાંતિજ-તાલુકા ના વિધાર્થીઓ ભૌગોલિક મહત્વ અંગે જાગૃતિ ફેલાય અને સાયન્સ અને ટેકનોલોજી અંગે જિજ્ઞાસા ઉત્પન્ન થાય તે હેતુથી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા ખાસ રજૂઆત કરવામા આવી હતી જે રજૂઆત ધ્યાને લઈ ને ગુજરાત રાજ્ય ના સાત જિલ્લાઓ પૈકી સાબરકાંઠા ના પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે પ્રસાર થતી કર્કવૃત્ત રેખા પાસે ૬ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ પાર્ક નું વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત તલોદ ના હરસોલ ખાતે આવેલ એ.પી.એમસી ખાતેથી સાયન્સ પાર્ક નું પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના રાજ્ય કક્ષા ના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે ઈ.ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ તો આ પાર્ક ખાતે વિવિધ વિજ્ઞાન ને લગતા એકઝાબીડ-મોડેલ રાખવામા આવશે અને આ ઉપરાંત લોકો માટે આરામ દાયક પાર્ક તથા પાણી ની સુવિધા , રીફેશ મેન્ટ , કેન્ટીન , ટાઈલેટ જેવી આધુનિક સુવિધાઓ આપવામા આવશે તો આ પાર્ક સાયન્સ અને ટેકનોલોજી ના વિષય આધારિત અલગ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવશે
આ પ્રસંગે પૂર્વ મંત્રી વી.ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , જિલ્લા કલેકટર હિતેષ કોયા , મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન રેખાબા ઝાલા , એપીએમસીના ચેરમેન સંજયભાઈ પટેલ , શાસક પક્ષના ગણપતસિંહ ઝાલા , તલોદ પ્રાંતિજ પંચાયતના પ્રમુખઓ , નગરપાલિકા તલોદના પ્રમુખ દક્ષાબેન , સંગઠન મહામંત્રી રાકેશભાઈ, કલ્પેશભાઈ , પ્રાંત અધિકારી એન.એમ. ડોડીયા , મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી , વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ-તલોદ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
