(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગૂરૂવાર તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ.
જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.
ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજ્ય સ્વાગત મુલત્વી રાખવામાં આવ્યો છે. સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.