(જી.એન.એસ) તા. 5
અમદાવાદ,
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી20 સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે.
ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમ:-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
આ સીરીઝ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ડ્રેસ રિહર્સલ કહેવામાં આવી રહી છે. આ સીરીઝ ICC ઇવેન્ટ પહેલા ઇંગ્લેન્ડ અને ભારત બંને માટે છેલ્લી સીરીઝ છે. એવામાં આ સીરીઝ ખૂબ જ રસપ્રદ બનવાની છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સીરીઝ રમશે જેમાં પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ રવિવાર 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે અને ત્રીજી વનડે મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ છેલ્લી વનડે મેચ હશે. આ પછી બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થશે. ભારતીય ટીમ દુબઈ જશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સીરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે હશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટેનો ટોસ બપોરે 1 વાગે થશે.