Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું ગુજરાત વિધાનસભા ચૂંટણીના લોકઉત્સવના પડઘમ વાગી ચુકયા છે . 2022 ના આ ચૂંટણી રણસંગ્રામમાં ગુજરાતમાં પ્રથમવાર કમળ , પંજો અને ઝાડુના નિશાનના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવું કેટલીક બેઠકો પર અત્યારથી જ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે પોતાનું ઉમેદવારીપત્ર વિજયમુર્હુતમાં ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું . પાટણ વિધાનસભા બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર વાવેશ ઠક્કરે પાટણ નગર માટે અનેક સેવાકીય કાર્યો કર્યા છે . મૃતપ્રાયઃ હાલતમાં બનેલી સીવીલ હોસ્પિટલને જીવંત કરવામાં તેઓએ મહત્વનો ફાળો આપ્યો હતો . ભૂતકાળમાં કોગ્રેસની પડખે રહી ચુકેલા આ સેવાભાવી વ્યકિતએ ‘ આપ ’ નો હાથ પકડતા તેઓને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે વિલાજ પાર્ટીપ્લોટ ખાતેથી સમર્થકોની મોટીસંખ્યા સાથે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા રોડ શો યોજયો હતો . ત્યારબાદ વિજયમુર્હુતમાં મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું હતું . ત્યારબાદ આ રોડ શો મદારસા થઈ ત્રણ દરવાજા , હિંગળાચાચર અને બગવાડા ચોક ખાતે આવી પહોંચતા આપના સમર્થકોએ વિજય જેવો આનંદ ઉલ્લાસ વ્યકત કર્યો હતો . આ પ્રસંગે વાલેશ ઠકકરે જણાવ્યું હતું કે , 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારની અનેક નિષ્ક્રિયતાઓ સામે લોકો ચૂંટણી લડી રહયા છે . જે રીતે મને સહકાર મળી રહયો છે તે જોતા આ ચૂંટણીમાં મારો ચોકકસ વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો . આ રોડ શો દરમ્યાન ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મહાનુભાવોની પ્રતિમાને માલ્યાર્પણ કરી આર્શીવાદ મેળવ્યા હતા

संबंधित पोस्ट

દહેજ PCPIRને વધુ સંગીન સુદ્રઢ કનેક્ટિવિટી મળશે, ૬ લેન એલિવેટેડ કોરિડોર માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે

Gujarat Desk

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

કેવડીયા ખાતે એકતા મોલમાં સ્થિત ‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા વર્ષ ૨૦૨૪માં રૂ. ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાનું ઉત્પાદનનોનું વેચાણ

Gujarat Desk

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી

Gujarat Desk

GUJCOST અને GEDA સાથે મળીને ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન

Gujarat Desk
Translate »