(જી.એન.એસ) તા. 18
પોરબંદર,
રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ પોરબંદરમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. પોરબંદર જિલ્લામાંથી ઉલટફેરના આંકડા સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. ખાસ વાત છે કે, કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાનો જોરદાર દબદબો જોવા મળ્યો છે.
પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખરે 30 વર્ષે જનતા પરિવર્તન લાવી. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં ભાજપને હાર મળી છે. કાંધલ જાડેજાની પેનલનો વિજય થયો છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા સામે ઊભા રહ્યાં હતા, જ્યારે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરા અને તેમના પુત્ર ભાજપ તરફથી ઊભા હતા.
પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. તેમાં કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન થયુ છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે.