Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

જંબુસરના માલપુરમાં બે મકાનોમાં મોડી રાતે વિકરાળ આગ ભભૂકી, ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ

જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ગઇકાલે બુધવારે બે મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.
જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં ગઈકાલે રાતના સુમારે આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ ગયેલા મકાનોમાં ઘરનું રાચરચીલું, અનાજ, રોકડ, ઘાસચારો અને કપડા સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આખરે મદદ માટે ઔદ્યોગિક એકમોને કોલ અપાયો હતો. ઓએનજીસી તથા PI ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરોને મદદે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. બનાવની જાણ જંબુસર મામલતદાર તથા કાવી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો જંબુસરમાં ફાયર સ્ટેશન હોત તો વહેલી મદદ મળી રહેતા નુકશાની ઓછી થાત તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું અને જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.

संबंधित पोस्ट

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાવલી રોડ પરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

Gujarat Desk

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News

खेल विभाग पंजाब को खेलों में नंबर वन राज्य बनाने के लिए प्रतिबद्ध : राज कमल चौधरी

Admin

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો

Gujarat Desk

અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર જીએસટી વિભાગના દરોડા 

Gujarat Desk

તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ત.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી

Gujarat Desk
Translate »