Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી


(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

જીલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી સંયુક્ત ઉપક્રમે બી. આર. સી. ભવન કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી તથા  “બેટી બચાઓ બેટી પઢાવો” યોજનાના ૧૦ – વર્ષ પૂર્ણ થતાં તે યોજનાની ઉજવણી પણ કરવામાં આવી  હતી.આ કાર્યક્રમમાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓ, બાલિકા પંચાયતની દિકરીઓ, વાલીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 3 મંજૂરી હુકમ અને નવજાત જન્મેલ 10 દીકરીઓને વધામણાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પાલક માતા-પિતા યોજના હેઠળ 25 દિકરીઓને  શૈક્ષણિક કીટનું દીકરીને વિતરણ  તથા 6 ગામની બાલિકા પંચાયતની દિકરીઓને બેઝ પહેરાવી સન્માનીત કરવામાં આવી,તથા રમત-ગમત ક્ષેત્રે ગોલ્ડ મેડાલીસ્ટ 3 દિકરીઓને સ્કુલ બેગ, બેઝ તથા ટ્રોફી એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં દીકરીઓ દ્રારા માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, તથા ગુડ ટચ અને બેડ ટચનું  ડેમો અને નિદર્શન કરી દીકરીઓને માહિતગાર કરાયા હતા.

               આ કાર્યક્રમમાં ઉપસ્થિત માહનુભવો તથા અધિકારીશ્રીઓ દ્રારા બેટી બચાઓ બેટી પઢાવો, ગુડ ટચ બેડ ટચ અને મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ તથા શોર્ટ ફિલ્મ દ્રારા માહિતી અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગ્ય માર્ગદર્શન

Gujarat Desk

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat Desk

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin
Translate »