Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરા: MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ, હાઈપાવર કમિટી તપાસ કરશે

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની નામાઝ પઢતી હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો બાદ વિવાદ સર્જાયો છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે સાયન્સ ફેકલ્ટીના બૉટની વિભાગમાં બની હશે. અગાઉ પણ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક-યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો.

વિદ્યાર્થિની કોણ છે? તે અંગે તપાસ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલે વિવાદ સર્જાયો છે. જોકે નમાઝ પઢનાર યુવતી કોણ છે? તે અંગે યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી જાહેરમાં નમાઝ પઢી રહી છે. જોકે આ વીડિયો એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી સ્થિત બોટની ડિપાર્ટમેન્ટનો હોવાના અનુમાન છે. આ અંગે હવે હાઈપાવર કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે. અગાઉ પણ યુનિવર્સિટીના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો પાસે આ અંગે તપાસ કરવાની માગ કરાઈ હતી.

ઉત્તરાયણના દિવસનો વીડિયો હોવાની આશંકા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો શુક્રવારનો છે જ્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બોટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર બોપેર એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હતી. જોકે આ દરમિયાન તેની આસપાસ અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ અંગે તપાસ કરવા માટે યુનિવર્સિટીના ઉચ્ચ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા

Gujarat Desk

કલોલના ગેરકાયદેસર બાંધકામો ઉપર પાલિકાએ જેસીબી ફેરવ્યું ચાર દિવસથી કાર્યવાહી કરીને આ રોડ ઉપરના દબાણો દૂર કર્યા

Gujarat Desk

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk

ગુજરાત પોલીસ દ્વારા તપાસ અર્થે કરવામાં આવતા રિકન્સ્ટ્રકશનને વરઘોડો ન કહોઃ ડીજીપી વિકાસ સહાય

Gujarat Desk

આટલા વર્ષો સુધી પોતાની ઓળખ અને લોક હૃદયમાં ચાહના અકબંધ રાખનાર વસંતોત્સવ માં રાજ્યભરમાંથી લોકોએ મુલાકાત લીધી

Gujarat Desk

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા

Gujarat Desk
Translate »